Thursday, 19 May 2016

સ્કોલરશિપ યોજના

ધોરણ 10  અને 12 મા અભ્યાસ કરતા વિધાર્થીના વાલીઓ ખાસ ધ્યાનથી વાંચશો
માનનિય પ્રધાનમ્ંત્રી શ્રી નરેંદ્ર્ભાઇ મોદી એ સ્કોલરશિપ યોજના જાહેર કરી છે જેનુ નામ છે  અબ્દુલકલામ અને વાજપેયી યોજના 75%થી વધારે હોય તો 10000/-  અને 85% થી વધારે હોય તો 25000/- જેના ફોર્મ મ્યુનિસિપલ કોર્પોરેશન મા થી મલશે વધારે માહિતી માટે http://www.desw.gov.in/scholarship લોગ ઓન કરો.

1 comment:

  1. ધોરણ10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વાલીઓને 45 ટકાથી વધારે પરિણામમાં રૂ.10 હજાર અને 55 ટકાથી વધુમાં રૂ. 25 હજાર સુધીની સ્કોલરશીપ અંગેના વોટ્સઅપમાં ફરતા થયેલા મેસેજને લઇને મહેસાણામાં શિક્ષણાધિકારી કચેરી, નગરપાલિકા અને સમાજ કલ્યાણ કચેરીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ પૂછપરછ કરવા લાગ્યા છે. જોકે, કચેરીમાંથી આવી કોઇ યોજના વિભાગમાં કાર્યરત હોઇ મેસેજ લોકોને ગેરમાર્ગે દોરતો અને ખોટો હોવાનું જાણી રઝળપાટ કરતા પરત ફરતા હોય છે.

    પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના ચાલે છે પરંતુ તે નિયત ક્રાઇટેરિયામાં આવતા વિદ્યાર્થીઓ માટે હોય છે અને તેમાં ઓનલાઇન પ્રક્રિયા વેબસાઇટ પર સૂચવેલી છે. જોકે, વોટ્સઅપ પર વહેતા થયેલા મેસેજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કોલરશીપ યોજના જાહેર કરેલી છે, જેનુ નામ અબ્દુલકલામ અને વાજપેયી યોજના છે. આધારકાર્ડ અને એસબીઆઇમાં અેકાઉન્ટ હોવું જરૂરી છે અને ફોર્મ મ્યુનિસિપિલ કોર્પોરેશનમાંથી મળશે. 45 ટકા અને 55 ટકાથી વધુમાં અનુક્રમે રૂ.10 અને 25 હજાર સુધીની સ્કોલરશીપ મળશે તેવો મેસેજ વહેતો થતાં મેસેજ લઇને લોકો નગરપાલિકામાં, શિક્ષણ કચેરીમાં અને સમાજ કલ્યાણ કચેરીના ચક્કર લગાવતા જોવા મળ્યા હતા. જોકે, ત્રણેય કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, આવી કોઇ યોજના અહીં ચાલતી નથી. લોકોને ખોટા વોટ્સઅપ મેસેજથી રંજાડ સર્જાઇ રહી છે.

    અંગે મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, રોજ 8 થી 10 લોકો સ્કોલરશિપ અંગે પૂછવા આવે છે. પરંતુ સોશિયલ મીડિયામાં ફરતો મેસેજ ખોટો છે. જ્યારે પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજનાની સરકારી વેબસાઇટ પર ચોક્કસ વિગતો આપેલી છે, તેનાથી અલગ પ્રકારનો વોટ્સઅપમાં મેસેજથી લોકો ગુમરાહ બની રહ્યા છે.

    ReplyDelete

કોરોના વાઈરસ